Skip to content

Some of the poems i like in Samvad April-2012 issue

26/12/2012

કેમ છોડ્યું ગામ એ હું ક્યાં બધે કહેતો ફરું?
કેમ બગડ્યું નામ એ હું ક્યાં બધે કેહતો ફરું?
ગુમ થયેલી સોય માટે સૂર્ય લાવ્યો તે પછી,
કેમ સળગ્યું ઠામ એ હું ક્યાં બધે કેહતો ફરું?
ના કશી લેવડ, કશી દેવળ કરી છે છતાં ,
કેમ ખૂટ્યાં દામ, એ હું ક્યાં બધે કેહતો ફરું?
છ કદમ તો આ ભર્યા આંખો મીંચી, પણ સાતમે
કેમ ખોઈ હામ એ હું ક્યાં બધે કહેતો ફરું?
સાવ ઠંડી એ નજરથી રક્ત પણ થીજી ગયું,
એ કેમ કરતી આમ એ હું ક્યાં બધે કેહતો ફરું?

-સુભાષ શાહ

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું પછી  થોડું ઘણું એને મઠારું છું
ફરક તારા અને મારા વિશે છે એટલો જાહિદ
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું

-ઘાયલ

કિસ્સો કેવો સરસ મજાનો છે,
બેઉ વ્યક્તિ સુખી થયાનો છે
પલ્લું તારા તરફ નમ્યાનું તને,
મને આનંદ ઉંચે ગયાનો છે

-મુકુલ ચોકસી

From → Other

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: