Skip to content

આપણી ઇચ્છા મુજબ થાય તો હરીકૃપા અને ઇચ્છા મુજબ ન થાય ત્યારે હરીઇચ્છા.

18/04/2013

આર્થર એશ
ટેનિશ જગતનું બહું મોટું નામ છે. વિમ્બલ્ડનમાં એ વિશ્વ વિજેતા બનેલો હતો.

1983માં આર્થરને એઇડસ ડીટેક્ટ થયો. એઇડસ માટે એનું અસંયમિત જીવન નહી પણ એના હદયના ઓપરેશન વખતે ચડાવવામાં આવેલું લોહી હતું. આ એવો સમય હતો કે ત્યારે હજુ એઇડસથી દુનિયા બહું પરિચિત નહોતી.

આર્થર એશ મરણ પથારીએ પડયો. એના લાખો ચાહકો એના માટે ભગવાનને પ્રાર્થના કરતા અને શુભેચ્છાના પત્રો લખતા.

એક ચાહકે પત્ર લખ્યો જેમાં એણે લખ્યુ હતું કે , ” તમારે ભગવાનને પ્રશ્ન કરવો જોઇએ કે આ દુનિયામાં કરોડો માણસો છે આવા મહાભયંકર રોગ માટે મને તમે કેમ પસંદ કર્યો ?”

આર્થર એશ એ તેના આ ચાહકને બહું સરસ જવાબ લખીને મોકલ્યો.

” ભાઇ તમારી શુભેચ્છાઓ બદલ આભાર. તમારા પ્રશ્નના જવાબમાં મારે એટલું જ કહેવું છે કે આ દુનિયામાં લગભગ 5 કરોડ બાળકો ટેનિસ રમવાની શરૂઆત કરે છે તેમાંથી 50 લાખ જેટલા બાલકો ટેનિસ રમી શકે છે અને 5 લાખ જેટલા સારું રમી શકે છે. આ 5 લાખમાંથી 50000 જેટલા પ્રોફેસનલી રમવા સક્ષમ બને છે તેમાથી 5000 જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી શકે છે. ગ્રાન્ડ સ્લેમ સુધી તો માંડ 50 પહોંચી શકે સેમી ફાયનલમાં 4 ને જ તક મળે અને ફાયનલમાં 2 જ હોય અને તેમાં પણ વિશ્વવિજેતાનો ખિતાબ તો કોઇ એક ને જ મળે. મને જ્યારે વિશ્વવિજેતાનો ખીતાબ મળ્યો ત્યારે મે ભગવાનને એવું નહોતું પુછ્યુ કે આ કરોડો લોકોમાંથી વિશ્વવિજેતા બનવા માટે તે મારી જ પસંદગી કેમ કરી ? તો અત્યારે હુ ભગવાનને આવો સવાલ કેમ કરી શકું કે આ રોગ માટે તે મારી જ પસંદગી કેમ કરી?”

મિત્રો મોરારી બાપુના આ શબ્દો યાદ રાખીએ….” આપણી ઇચ્છા મુજબ થાય તો હરીકૃપા અને ઇચ્છા મુજબ ન થાય ત્યારે હરીઇચ્છા.”

Courtesy: V. G. Gajjar

From → Self Help

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: