Skip to content

કવેડકોપ્ટર રમકડાંમાંથી ઊડતી કારનું સર્જન

21/07/2013

ફ્યુચર સાયન્સ – કે.આર.ચૌધરી

કવેડકોપ્ટર રમકડાંમાંથી ઊડતી કારનું સર્જન

થ્રિ ઇડીયટ્સ ફિલ્મમાં તમે આમીરખાનને ચાર પંખાવાળુ હેલીકોપ્ટર જેવું રમકડું ઉડાડતો જોયો હશે. આ રમકડાંને કવેડ કોપ્ટર અથવા કવાડ્રો-કોપ્ટર કહે છે. ચાર રોટર વડે ઉડતુ રમકડુ એટલે ક્વેડકોપ્ટર. ઉડ્ડયનનાં ઈતિહાસમાં સંશોધકોએ વર્ટીકલ ફલાઇટ એટલે કે સીધી ઉધ્વાધર (ઉભી) દિશામાં ઉડ્ડનય કરવામાં નડતી બધી જ સમસ્યાનો ઉકેલ શોધવા લાગ્યા હતાં. હેલીકોપ્ટરમાં સ્ટેબીલીટીની સમસ્યાને પૂછડીવાળા ‘રેઈલ રોટર’થી સુલઝાવી નાખ્યા બાદ, સંશોધકો હેલીકોપ્ટર ઉપર વધારે ધ્યાન આપવા લાગ્યા. હેલીકોપ્ટર એ ટેકનીકલી ”વર્ટીકલી ટેક ઓફ એન્ડ લેન્ડીંગ” (VTOL) વેહીકલ છે. જેમાં વેહીકલ રનવે ઉપર દોડયા વગર જ જ્યાં ઉભું છે ત્યાંથી સીધુ ઉભી દીશામાં હવામાં ઉંચકાઇ શકે છે.
શરૃઆતમાં ખરાબ પરફોરમન્સ, વધારે પડતો પાપાગેટ લોડ અને સ્ટેબીલીટી (સ્થિરતા)ની સમસ્યાનાં કારણે કવેડ કોપ્ટર મનુષ્ય જાતી માટે ઉપકારક સાબીત થયા નહીં. સંશોધકોએ તેનો ”અનમેન્ડ એરીયલ વેહીકલ” (UAV) માનવરહીત હવાઇ જહાજ તરીકે સફળતાપૂર્વક ઉપયોગમાં લેવા લાગ્યા. ખાસ કરીને તેનો લશ્કરી ઉપયોગ વ્યાપક બન્યો. મીલીટરી સર્વેલન્સ માટે તે ખૂબ જ ઉપયોગી બની રહ્યા. કવેડકોપ્ટરનો ખરો ઉપયોગ, શોખીનો ‘ફલાઇટ’ સમજવા, ઉડ્ડયનની મજા માણવા અને નવું કર્યાનો આનંદ મેળવવા, રિમોટ કંટ્રોલ આધારીત ”કવેડ કોપ્ટર” રમકડાં બનાવવા લાગ્યા. આજે ‘ક્વેડકોપ્ટર’એ રિમોટ કન્ટ્રોલ ફલાઇટ ઉડાડનારાં શોખીનોનું એક લાડકું ”રમકડું” છે. બ્રિટનના એક યુવા વૈજ્ઞાાનિક અને વિદ્યાર્થી વિરોલ્ડ મિલ્નીઝેકને વિચાર આવ્યો કે ચાર પૈંડાવાળી કારને કવેડકોપ્ટરમાં ફેરવી નાખી હોય તો ? અથવા એણે ઉલ્ટી દિશામાં વિચાર્યું કે, ”ક્વેડ કોપ્ટર જેવા ‘UAV’ ને રોડ ઉપર દોડતી કાર બનાવી હોય તો ? તેનો જવાબ તેણે પ્રોટોટાઇપ મીની કાર બનાવીને આપ્યો છે. આ ડિઝાઇન ભવિષ્યમાં ‘ટ્રાન્સપોર્ટ’ની દિશા બદલી નાખે તેમ છે.

કવેડકાર ઃ આવિષ્કાર દાતા

“B” ટાઇપ VTOL વેહીકલ બનાવનાર સંશોધક વિરોલ્ડ મિલ્નીઝેક ઇકોનોમિક્સની ડિગ્રી ધરાવે છે. તેણે પ્રોડ્કટ ડિઝાઇન અને રોબોટીક્સમાં ‘બેચરલ ઓફ સાયન્સ’ની ડિગ્રી મેળવેલ છે. હાલમાં સાઉધેમ્ટન યુનીવર્સીટીમાંથી તે ‘કોમ્પ્યુટેશનલ એન્જીનીયરીંગ એન્ડ ડિઝાઇન’ ઉપર ‘પીએચડી’ કરી રહ્યો છે.  જેમાં નાના એરક્રાફ્ટ માટે નવીન પ્રકારનો પ્રપલ્ઝન સીસ્ટમમાં સંશોધન કરી રહ્યો છે. અમેરિકાની DARPA ની ૨૦૧૨માં રાખવામાં આવેલ UAV ફોર્જ એન્ટ્રીનો તે ડિઝાઇન એન્જીનીયર હતો.  તેમની ‘હેલા’ ટીમે ૧૫૦ જેટલાં સ્પર્ધકો સામે વિજય મેળવ્યો હતો. વિરોલ્ડની પસંદગીનાં વિષય આર્ટ, ટેકનોલોજી અને ડિઝાઇન છે. ભવિષ્યમાં આ ‘યુવા’ ઇજનેર કમ સ્વપ્નદ્રષ્ટા તેની “B” કાર વડે નામના મેળવવાની ૧૦૦ % શક્યતાની પરીસીમામાં આવી જાય છે. બેસ્ટ ઓફ લક વિરોલ્ડ મિલ્નીઝેક.

”બી” ઃ બાંધકામ વિશેષતા

‘બી’નું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે તે માત્ર ‘શોભા’સ્પદ નહીં પરંતુ સ્ટ્રકચર ડિઝાઇનનાં નિયમો મુજબ મજબૂત સાબીત થાય. રોડ ઉપર, ઉબડખાબડ રસ્તાઓ ઉપર તેમજ અથડામણ દરમિયાન પેદા થતાં વધારાનાં બોજને તે શોષી શકે છે. જેને ઉડ્ડયનનો કોઈ અનુભવ નથી તેવો નવો નિશાળીયો તેને સરળતાથી ઉડાડી શકે છે. વિરોલ્ડ મિલ્નીઝેકે, કારને વાસ્તવિકતાની ધરતી ઉપર લાવવા કંપની શરૃ કરી છે. કીકસ્ટાર્ટ નામની વેબસાઇટ ઉપર “B” ની વિશેષતાઓ દર્શાવી છે. બાંધકામમાં બ્રશલેસ મોટર, લીથીયમ બેટરી, ફલાઇટ કંટ્રોલર વગેરે લગાડેલાં છે. તેમાં લાગેલા કેમેરા ફિલ્મોનાં શુટીંગ, સર્વે વગેરેમાં ઉપયોગી બની શકે છે. કાર માટેની ટેકનોલોજી ”પ્રોપેલીંગ ડ્રાઇવીંગ યુનીટ” અને તેની મિકેનિઝમ માટે પેટન્ટ હક્ક મેળવવા અરજી કરવામાં આવી છે. ભવિષ્યમાં ત્રણ, ચાર કે છ યુનીટ લગાડીને ‘ફેમીલી કાર’ બનાવવાનો કોન્સેપ્ટ તૈયાર છે. પ્રોટોટાઇપ મોડેલને સતત છ મહીના સુધી દરેક પ્રકારનાં ખરાબ વાતાવરણ અને પર્યાવરણમાં ચકાસવામાં આવ્યું છે.

‘B’ ઃ ધ ઓફફ રોડ કોપ્ટર

“B” વિરોલ્ડ મિલ્નીઝેકે તૈયાર કરેલ ઉડતી કારનાં પ્રોટોટાઇપ મોડેલને ધમ્ધ નામ આપવામાં આવ્યું છે. તેણે પોતાનાં મોડેલને રોડ ઉપર દોડાવી અને ઓફકોર્સ હવામાં ઉડાડીને થિયોરેટીકલી સાબીત કરી આપ્યું છે કે આજના યુગનું હાઇટેક રમકડું, આવતીકાલનું એક ‘VTOL’ ઉડતું વેહીકલ સાબીત થાય તેમ છે. હવે વિરોલ્ડ મિલ્નીઝેક રમકડામાંથી વાસ્તવિક કારનું ફુલસાઇઝ સ્કેલ્ડ મોડેલ તૈયાર કરવા આગળ વધી રહ્યો છે. તેની કારની ખાસીયત જોઇએ તો…..
– વેહીકલ વર્ટીકલ ટેક ઓફ અને લેન્ડીંગ માટે સક્ષમ છે.
– સીગલ બેટરી ચાર્જમાં ૧૫ મિનિટ રોડ કે હવામાં ઉડી શકે છે.
– ઓન બોર્ડ HD (1280X 720 PX) કેમેરા લાગેલા છે.
– બધાં જ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેનું બાંધકામ કરવામાં આવ્યું છે.
– રિમોટ કંટ્રોલ વડે હાલમાં ‘માનવરહીત’ ઉડ્ડયન કરનાર કાર-હેલીકોપ્ટરની પેટન્ટ ડિઝાઇન પેન્ડીંગ પડી છે.
– ખરાબ ભૌગોલિક સ્થળોમાં તે દોડી શકે છે. અવરોધો પાર કરી શકાય તેમ ન હોય તો, તેને હવામાં ઉડાડી તેના ઉપરથી પસાર થઈ શકાય છે. જેમકે નદી-નાળા વગેરે બ્રિજ વગર પાર કરી શકાય છે.
– પ્રોટોટાઇપ કાર તૈયાર જ છે જે ક્ષણવારમાં કારમાંથી કવેડકોપ્ટરમાં રૃપાંતર થઇ શકે છે.
– કારનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે ઇમરજન્સી લેન્ડીંગ સમયે કે ક્રેસ લેન્ડીંગ સમયે તેને નુકશાન પહોંચે નહીં.
– બુલેટ પ્રુફ કાચ જેમાંથી બને છે તેવાં પોલીકાર્બોનેટ મટીરીઅલથી “B” તૈયાર કરવામાં આવી છે.

કવેડકોપ્ટર કાર ઃ ક્યાં ઉપયોગી બનશે ?

“B” કારની ભવિષ્યની શક્યતાઓ વિચારીએ તો ત્રણ ક્ષેત્રમાં હેલીકોપ્ટર જેવી કાર ઉપયોગી બની શકે તેમ છે.
એક્સપ્લોરેશન વેહીકલ ઃ શોધ અભિયાન અને સંશોધન ક્ષેત્રે ધમ્ધ કારનો મહત્તમ ઉપયોગ થઈ શકે તેમ છે. ‘બી’ કારની બોડી ઉપર સોલાર પેનલ લગાડીને ચાર્જીગ કરી શકાય છે. કાર રોડ ઉપર દોડતી હોય ત્યારે, અથવા ઉભી હોય ત્યારે પવન ઉર્જાથી બેટરી ચાર્જ કરી શકાય તેમ છે. જંગલ, પહાડો, રણ જેવાં વિષમ વાતાવરણમાં સંશોધન માટે વિડીયો અને ફોટોગ્રાફી કરી શકાય. વિશ્વની ૧૫% જેટલી સજીવ પ્રજા હજી શોધી શકાઇ નથી. તેમનું સંશોધન કરવા ધમ્ધ કાર ઉપયોગી થઈ શકે તેમ છે.

ફિલ્માંકનની ફુલ ફેસીલીટી ઃ
“B” કારને ફિલ્મ નિર્માતા, ફોટોગ્રાફર ફુલસ્કેલ ”રિમોટ કંટ્રોલ કેમેરા”માં ફેરવી શકે છે. તેમાં વધારાનાં કેમેરા ફિટ કરી આધુનિક ટેકનોલોજીવાળી ફિલ્મોનું શુટીંગ કરી શકાય છે. હાલમાં ફિલ્મોનાં એરીયલ શુટીંગ માટે હેલીકોપ્ટરની સેવા મોંઘી પડે છે ત્યાં સસ્તામાં ફિલ્માંકન ધમ્ધ વડે થઈ શકે તેમ છે. લો અને મિડીયમ બજેટની ફિલ્મો માટે ‘કાર’ કોસ્ટ સેવર બની શકે તેમ છે.

ફુલ સ્કેલ રેસ્કયુ વેહીકલ ઃ
અકસ્માત કે હોનારતનાં સ્થળે હેલીકોપ્ટર કે એમ્બ્યુલન્સ માફક મોકલી શકાય તેમ છે. હેલીકોપ્ટરને ઉતરવા નાના ‘હેલીપેડ’ની જરૃર પડે છે. “B” કાર માટે તેની પણ જરૃર પડે તેમ નથી. ઇમરજન્સી ન હોય ત્યારે, સામાન્ય કાર માફક તેનો ઉપયોગ તો થઈ જ શકે છે.

From: Gujarat Samachar dated 21/07/2013

 

From → Science

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: