Skip to content

52 અઠવાડિયામાં 52 જોબ!

21/08/2013

Isn’t it amazing????

job satisfaction is more important than earning money. If you believe in it then this story is for you.

મુળ દિલ્હીના જુબાનાસ્વા મિશ્રાએ એન્જીનિયરની ડિગ્રી મેળવ્યા બાદ અમદાવાદની દેશભરમાં કમ્યુનિકેશન વિષયમાં જાણીતી ‘માઇકા’માંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે અન્ય અનુસ્નાતકોની જેમ તેના ક્ષેત્રનું કામ કર્યું. પ્રયોગાત્મક પ્રોજેક્ટ પણ હાથમાં લીધા પણ, તેને અંદરથી કંઇ જામતું નહોતું. તેને એવી જ લાગણી પ્રવર્તતી હતી કે યુવા જગતમાં અત્યારે ડોકટર, એન્જીનિયર, એમબીએ, સીએ કે કમ્યુનિકેશનની લાઇન બીબાઢાળ તરીકે લેવાતી હોઇ તેણે પણ આ પ્રમાણે અભ્યાસ કર્યો. જુબાનસ્વાની મોટાભાગના યુવાજગતને છે તેવી વિટંબણા એ હતી કે તેને હજુ સુધી એવી કઇ લાઇન, કયું કામ, કઇ કારકિર્દી-વિષય પસંદ છે તે જ સ્પષ્ટ નહોતું બન્યું. એન્જીનિયરિંગ અને કમ્યુનિકેશન નહીં પણ મને બેંકિંગ કે પછી ફોટોગ્રાફીમાં દિલચશ્પી છે તેવી ખબર હોય તો તેમાં પણ ઝૂકાવી દેત પણ, કંઇક એવી કારકિર્દીમાં ગળાડુબ બનવું હતું જેમાં ઊંડે ઊંડે ધગશ – પેશન ધરબાયેલી હોય પણ તે સપાટી પર બહાર ના આવી હોય.
બરાબર આ જ અરસામાં ખાંખાખોળા કરતા તેની નજરમાં ‘વન વીક જોબ પ્રોજેક્ટ’ની વેબસાઇટ નજરે ચઢી. આ પ્રોજેક્ટનો કર્તાહર્તા અને પ્રેરક કેનેડાનો યુવાન શોન એઇકન છે. અમેરિકા અને કેનેડાની પેઢીમાં એઇકન ખૂબ જ જાણીતી હસ્તી છે. તેનું  ‘વન વીક જોબ’ નામનું પુસ્તક અને દસ્તાવેજી બેસ્ટ સેલરમાં સ્થાન પામે છે.
તમે ડિસ્કવરી ચેનલના રીયાલટી શોમાં જોયું હશે તે ખિસ્સામાં એકપણ પાઇ વગર વિશ્વના પરિભ્રમણ પર કોઇ સાહસી નીકળી પડયો હોય. ઘણા આવા ‘સર્વાઇવલ કેટગરી’ના શો છે. જંગલમાં, દરિયામાં કોઇપણ મદદ, સામાન, સામગ્રી વગેરે ખેડાણ કરતા રહેવાનું.
એઇકન આવો જુદા પ્રકારનો જીવનયાત્રી છે. જે અવનવી કારકિર્દીઓને અવિરત પ્રત્યેક અઠવાડિયે એમ વર્ષના બાવન અઠવાડિયા અજમાવી ચૂક્યો છે.
આપણા જુબાનસ્વા મિશ્રાનો પ્રેરણાસ્ત્રોત કે ગોડ ફાધર આ શોન એઇકન જ છે. ૨૦૦૫માં એઇકને ૨૫ વર્ષની વયે એમબીએની ડિગ્રી કેનેડાના વાનકુવરની કેપિલાનો યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તે પછી તેની ડિગ્રી પ્રમાણેની નોકરી દોઢ વર્ષ અમેરિકામાં કરી પણ તેને લાગ્યું કે બધા મેનેજમેન્ટ,બીઝનેસનો અભ્યાસ કરતા હતા એટલે તે તેમાં જોડાયો હતો. ખરેખર મને આવા કાર્યમાં દિલ નથી લાગતું. તે તેને ઘેર પરત આવ્યો. તેના પિતાએ તેને પ્રોત્સાહિત કરતા પૂછ્યું કે ”કંઇ વાંધો નહીં શોન, તને જે ગમતું હોય, જેના માટે તીવ્ર આકાંક્ષા જાગે તેવી નોકરી કે કામ કર.” શોને પપ્પાની હૂંફને આંચકો આપતા કહ્યું કે ”પણ પપ્પા… વ્યસ્ત અભ્યાસના વર્ષો દરમ્યાન એ ખોજ કરવાની તક જ નથી મળી કે ખરેખર હું કયા વિષયમાં રસ-રૃચિ ધરાવું છું. અત્યારે કોઇ એવો લગાવ નથી દેખાતો.” પપ્પાએ વળતું પ્રોત્સાહન આપ્યું કે ”બેટા તો તે તારા અંતરને ઉલેચીને ખોળી લે.”
બસ, એઇકન વિચારના હિલોળે ચઢી ગયો. તેમાંથી તેને વિચાર ઝબુક્યો કે એક વર્ષના બાવન અઠવાડિયા હોય. હું બાવન જુદા જુદા પ્રકારની નોકરી, વ્યવસાય કે કામોની યાદી બનાવું. પ્રત્યેક અઠવાડિયું આ રીતે એક પછી એક નોકરી, પ્રોજેક્ટ કે જે તે બીઝનેસ, વ્યવસાયીઓ જોડે વીતાવવું. વર્ગ ચારના કર્મચારીથી માંડી ક્લાસ વનના કાર્યને નજીકથી જોઉં. તનતોડ મહેનત, સાહસ માંગી લે તેવા પણ કામ કરૃ અને અતિ કુશાગ્ર બુધ્ધિની – તર્કની – સર્જનાત્મકતાની જરૃર પડે તેવી ઇચ્છા જાગે છે કે નહીં તે પણ ચકાસી જોઉં. તેણે તેની વેબસાઇટ દ્વારા યુવા-યુવતીઓને અપીલ કરી કે જો તમે તુલનાત્મક ઓછા વળતર સાથે પણ ગમતા ક્ષેત્રમાં કારકિર્દી બનાવશો તેમાં ઝળકી ઊઠતા સરવાળે સારી એવી કમાણી તો કરશો જ પણ કદાચ તેવું ના પણ બને તો તમારા શ્રેષ્ઠ પ્રદાન, કાર્ય સંતોષ થકી જે સુખ, સંતોષ અને પ્રદાનની લાગણી અનુભવશો તે અતુલનીય હશે.
બીબાઢાળ જગતમાં ગોઠવાઇ ના જશો. તેણે જુદી જુદી કંપનીઓના માલિકો અને વ્યવસાયીઓનો ઓન લાઇન સંપર્ક સાધ્યો. તેઓને સમજાવ્યા કે એક અઠવાડિયું જ તમારી જોડે રહેશે. તેનાં મહેનતાણામાંથી એક ચેરીટી ફંડ ઊભું કરશે.
એઇકન વર્ષના બાવન અઠવાડિયામાં બાવન પ્રકારની નોકરી, કામ કે પ્રોજેક્ટ સાથે રહ્યો જેમાં પ્રાથમિક શાળાના શિક્ષક, ફાયર ફાઇટર, ફેશન ડિઝાઇનર, કાઉબોય, એનએચએલ બાસ્કેટ બોલની મેચ દરમ્યાન કાર્ટૂન પાત્રોના મહોરા પહેરીને રમૂજ કરાવતો મેસ્કોટ, સ્ટોક માર્કેટના કર્મચારી, પ્લમ્બર, સેલ્સમેન, ફોટોગ્રાફર, કલર કામ કરનાર, જેવા બાવન કામો કર્યા.
પ્રત્યેક નવા કામ પર જતા તે વીતેલા અઠવાડિયાના કામનો અનુભવ ઓનલાઇન જણાવતો હતો.
એઇકને કહ્યું કે હું જે નોકરી કે વ્યવસાયમાં જતો ત્યાં એક સર્વસામાન્ય બાબત એ બહાર આવી કે મોટાભાગના કર્મચારીઓને તેઓ જે કામ કરે છે તે ગમતું જ નથી હોતું. તેઓ તેમની સંસ્થાની, ઓફિસ કે બોસની ટીકા જ કરતા હતા. મોટાભાગનાનો સૂર એવો રહેતો કે ”અમે અમારી ગમતી કારકિર્દી પસંદ કરી હોત તો.”
એઇકને બાવન જગાએ કામ કર્યા પછી એ કામ જ ઉપાડી લીધું કે હવે બાકીની જીંદગી વિશ્વમાં તમામ યુવાનોને તેમનું ગમતું કામ અને કારકિર્દીમાં જ મક્કમ રહીને આગળ વધવા માટે પ્રેરિત કરીશ. એઇકને જે બાવન જોબની સફર કરી તે તમામમાં તેના ફિલ્મ મેકર મિત્ર ઈયાન મેકેન્ઝીને પણ સાથે રાખ્યો હતો. જે તેની આગવી દ્રષ્ટિ પ્રમાણેનું કેમેરા વર્ક કરતો રહેતો હતો. એક વર્ષ બાદ આ બાવન જોબની ઝલક આપતી દસ્તાવેજી ફિલ્મ તેઓએ બતાવી. જે અમેરિકા, કેનેડા અને યુરોપમાં તેઓ પ્રેઝન્ટેશન સાથે બતાવે છે.
એઇકન ”ડિસ્કવર યોર પેશન”ના શિર્ષક સાથે અમેરિકા, કેનેડાની યુનિવર્સિટીઓમાં લેકચર આપે છે. તેના લેકચર્સ અને ફિલ્મના આધારે મોટાભાગના વિદ્યાર્થીઓ એ આત્મખોજ કરી શકે છે કે તેઓની રસ-રૃચિ કયા પ્રકારની છે.
એઇકનના પ્રોજેક્ટ અંતર્ગત હવે જુદા જુદા દેશના આવા પ્રતિનિધિની ઓનલાઇન ટેસ્ટ બાદ પસંદગી કરવાનું નક્કી થયું છે. જેઓ તેમના દેશમાં જેટલા રાજ્યો હોય તેટલા અઠવાડિયા માટે તેટલી જોબ કરે. અમેરિકાના બે, કેનેડાના એક અને ભારતના એક ઉમેદવાર આ પ્રોજેક્ટ માટે ઓકે થયા છે. તેઓને ‘વન વીક પ્રોજેક્ટ’ના નિયમ મુજબ આર્થિક સહાય મળશે. પ્રત્યેક અઠવાડિયા દરમ્યાન કામ કરવાનું જે પણ મહેનતાણું મળે તે ચેરીટી ફંડને મોકલવાનું રહે છે.
ભારતમાંથી જુબાનસ્વા મિશ્રાનું સિલેકશન થયું છે. મિશ્રા ૨૮ રાજ્યોમાં ૨૮ જુદી જુદી નોકરી કે કામ કરશે. જેમાંથી ૧૪ અઠવાડિયામાં ૧૪ પ્રકારની નોકરી, ૧૪ રાજ્યોમાં તો કરી ચૂક્યો છે. જેમાં મુવિ માર્કેટિંગ એક્સીક્યુટિવ, ટેટ્ટુ મેકર (ગોવામાં), ફોટોગ્રાફ, કન્સલટન્ટ, બોટ હાઉસ ડ્રાઇવર (કેરાલામાં), સુવર્ણ મંદિરમાં (અમૃતસર), ટ્રાફીક ટ્રેઇની (જમ્મુ-કાશ્મીરમાં), સ્મશાનમાં અંતિમ વિધી કરાવનાર (વારાણસીમાં), સ્કૂલ ટીચર વગેરેની જોબ તેણે કરી છે. હજુ બીજી પંદરેક જોબ, પંદર રાજ્યમાં, પંદર અઠવાડિયા માટે બાકી છે. તેના ટ્વીટર એકાઉન્ટમાં જવાથી તેની લેટેસ્ટ અપડેટ મળી શકે તેમ છે. તેને અત્યાર સુધીની તમામ જોબમાં મુવિ માર્કેટિંગ, એક્સીક્યુટિવની જોબ ખૂબ જ રસપ્રદ અને પડકારજનક લાગી.
મિશ્રાને હવે પછીની જોબ ખેડૂત, ફેસ્ટીવલ કે ઈવેન્ટ ડાયરેકટર, ટીવી હોસ્ટ, હેલ્થ વર્કર, માછીમાર, એડ મેનેજર, ફિલ્મ ક્રીટિક, સ્વીમિંગ કોચ, મદ્યપાન પીરસનાર, રસોઇયો અને જ્વેલરી ડિઝાઇનરની કરવાની ઈચ્છા છે. મિશ્રા પણ એઇકનની જેમ તેના અનુભવના આધારે પુસ્તક લખી રહ્યો છે.
ભલે વિદ્યાર્થી મિત્રો એઇકન કે મિશ્રાની જેમ ૨૮ કે ૫૨ જોબ ના કરે પણ તેઓના પ્રોજેક્ટનો મર્મ સમજી લે તો પણ સારૃ.

When you say ‘‘yes” to other make sure you are not saying ‘‘no” to yourself” – પાઉલો કોહેલો

Courtesy: વિવિધા – ભવેન કચ્છી@gujaratsamachar.com

From → Education

2 Comments
  1. Hi tо еveery body, it’s my first go to see of this webpage; this webpage carrіes remarkable aand reallʏ excellent data for
    viѕitors.

    Like

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: