Skip to content

Dedicated to all Fenku Bhaktas Part – 1

20/03/2014

Last Update : 20 Mar, 2014

દેશમાં શું મોદી વેવ છે?

– મોદી વેવ હોય તો દિલ્લીમાં ભાજપ કેમ સત્તામાં ન આવ્યો?
– મોદી વેવ હોય તો એ ગમે ત્યાંથી ચૂંટણી લડતા કેમ ડરે છે?
– મોદી વેવ હોય તો ગુજરાતમાં જૂનાગઢ, ભાવનગર, સુરત, કે વલસાડ કે પાટણ કે મહેસાણા કે બીજેથી કેમ ઊભા નથી રહેતા?
– મોદી વેવ હોય તો વારાણસીથી ઊભા રહેવાની હઠ કરીને બીજાના હક ઉપર તરાપ કેમ મારે છે?
– ભાજપ કે મોદીને શું ૨૦૦ સીટ પણ નહીં મળે? શા માટે? તો આ રહ્યો એનો હિસાબ….

હિસાબ સીધો છે.
નમોના ભક્તો એ જાણતા નથી એટલે નમોના ભજન આંખો મીંચીને ગા ગા કરે છે બાકી નમો એવા ચતુર અને ગણતરીબાજ છે કે એ જાણતા ન હોય એવું ન બને. પરંતુ એ બહાને પોતાના નામના ડંકા આખા દેશમાં વાગે એની મજા લેવાની એમને ગમે છે અને આવડે છે.
આપણા દેશમાં કુલ ૩૫ રાજ્યો છે જેમાંથી ૨૪ રાજ્યમાં તો ભાજપનું સંગઠન જ નથી! (નમોના ભક્તો આ જાણે છે?)
ઠીક છે.
હવે જે ૭ રાજ્યોમાં એ છે એની લોકસભાની કુલ ૨૧૪ બેઠકો છે જેમાંથી ભાજપની ૮૪ જ છે. એમાં બિહારમાં ૧૨, ગુજરાતમાં ૧૭, કર્ણાટકમાં ૧૯, મધ્ય પ્રદેશ ૧૬ (૨૯માંથી), ઉત્તર પ્રદેશ ૧૦ (૮૦માંથી… અમિત શાહ અને નમો માથું પછાડીને અધમૂઆ થાય તો પણ ૮૦માંથી એ શું ૬૦ મેળવી શકે? મુલાયમ, માયાવતી, અજીતસિંહ જેવા તો શું રાસડા લે છે? સહેજ બુધ્ધિ તો વાપરો!) છે.
અચ્છા.
બાકીના જે ૬ રાજ્યો છે એની કુલ ૬૦ બેઠક છે જેમાં ભાજપની એક એક ૧/૧ જ બેઠક છે.
આમાં ”૨૭૨ પ્લસ”નો એજન્ડા નમો રાખીને બેઠા છે અને આરએસએસ તો ૩૦૦નો લક્ષ્યાંક રાખે છે! અયોધ્યાના મંદિરવાળી હોવા હતી ત્યારે પણ એટલી નહોતી મળી કે ઈંદિરાવાળી ઈમરજન્સી પછી પણ નહોતી મળી કે મોરારજી દેસાઇ અથવા પછી અટલવિહારી બાજપેયી અથવા વી.પી. સિંહ વડાપ્રધાન હતા અથવા જ્યારે ઈંદિરા ગાંધી અને રાજીવ ગાંધી હારી ગયેલા ત્યારે પણ નહોતી મળી તો શઉં અત્યારે રાહુલગાંધીની જરાપણ છાપ નથી અને મોદી વેવ હોવાનો પ્રચાર ચાલે છે ત્યારે મળી જવાની? કેમ, બીજા જે શિવસેનાથી માંડી તૃણમૂલ કોંગ્રેસ (બંગાળમાં સરકાર છે), સમાજવાદી પક્ષ (ઉ.પ્ર.માં સરકાર છે), અન્ના ડીએમકે (તમિળનાડુમાં સરકાર છે) વગેરે નાના મોટા પક્ષો તાળીઓ પાડીને બેઠા રહેવાના?
વાસ્તવિકતા સમજનારા ભાજપ અને સંઘના સભ્યો છે એ ભાજપ અને સંઘની નેતાગીરીને હાસ્યજનક ગણે છે.
બિહારમાં જેનું કશું ઉપજણ નથી, જે સતત હારતો આવ્યો છે એ પાસવાનને, એના દિકરાને, એના ભાઇને ટિકિટ આપવાથી શું દેશભરના દલિતો ભાજપને મત આપવા દોડી પડશે?
અથવા જેને ભ્રષ્ટાચારના કારણે ભાજપમાંથી કાઢી મૂકેલા અને ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં જવું પડયું એ કર્ણાટકના યેદુરપ્પા અને એના સાગરીતોને ટિકિટ આપવાથી ભાજપની છબી સુધરશે કે વધુ બગડશે? (યેદુરપ્પાના ભ્રષ્ટાચારને જોઇને કર્ણાટકની પ્રજાએ ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડી અને ત્યાં ભાજપના બદલે કોંગ્રેસની સરકાર થઇ… એ તો જોવું હતું?)
અથવા જે મનસેનો રાજ ઠાકરે બિહારીઓ અને ઉ.પ્ર.ના ભૈયાઓને મુંબઇમાંથી હાંકી કાઢવા માટે બદનામ છે એની સાથે ભાજપ હાથ મીલાવે એ આપઘાત તો બીજું શું?  કોઇ જોનાર નથી કે પૂછનાર નથી?
૨૪ રાજ્યોમાં ભાજપ નથી એટલે શું થાય એ સમજવા જેવું છે. આના કારણે કોંગ્રેસના મતદારો કરોડોની સંખ્યામાં હોય છે જ્યારે ભાજપના લાખોની સંખ્યામાં.
દા.ત. ૧૯૫૭માં ભાજપ નહોતો પણ એનો પૂર્વ અવતાર જનસંઘ હતો જેને ૭૧.૫ લાખ મતદાર હતા અને કોંગ્રેસને ૫.૮ કરોડ, ત્યારે જનસંઘે ૧૩૦ ઉમેદવાર ઊભા રાખેલા જેમાંથી ૪ જ ચૂંટાયેલા અને કોંગ્રેસે ૪૯૦ ઊભા રાખેલા અને ૩૭૧ ચૂંટાયેલા.
૧૯૬૨માં કોંગ્રેસના ૫.૨ કરોડ મતદાર હતા અને જનસંઘ (એટલે ભાજપ એટલે આરએસએસ) ૭૪.૨ લાખ મતદાર હતા જેના કારણે જનસંઘ ૧૯૬ ઉમેદવારોમાંથી ૧૪ જ જીતેલો અને કોંગ્રેસ ૪૮૮માંથી ૩૬૧ જીતેલો.
૧૯૬૭માં જનસંઘના ૧.૪ કરોડ મતદાર હતા અને કોંગ્રેસના ૫.૨. કરોડ એથી જનસંઘને ૩૫ સીટ મળેલી અને કોંગ્રેસને ૨૮૩.
૧૯૭૧માં કોંગ્રેસના ૬.૪ કરોડ મતદારો હતા અને એને ૩૫૧ સીટ મળેલી જ્યારે જનસંઘને ૧.૧ કરોડ મતદારોથી ૨૨ સીટ મળેલી.
૧૯૮૪માં કોંગ્રેસના મતદારો ૧૧.૫ કરોડ હતા અને એને ૪૦૪ સીટ મળેલી જ્યારે ભાજપના ૧.૮ કરોડ મતદારો હતા અને એને ૨ જ સીટ મળેલી જ્યારે ભાજપે ઊભા રાખેલા ૨૨૪.
હવે, આમાં ભાજપનો ક્યાં મેળ ખાય? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? ક્યાં ગામા પહેલવાન અને ક્યાં સુકલકડી ટેંટું?
ભાજપ પાસે કશું નક્કર નથી હોતું એટલે એ હંમેશા સૂત્રોમાં રહે છે. જેમ આડવાણીએ જેમ ”ફીલગુડ” સૂત્ર આપેલું એમ આ વખતે ”મોદી વેવ”ના બણગા ફુંક્યા છે. કોંગ્રેસે ૪૦૪ સીટ મેળવી હોય પણ કદી ”ઈંદિરા વેવ”ના કે ”રાજીવ વેવ” જેવા સૂત્રો નથી ગાયા. ૧૯૭૨ની વાત છે. હૈદ્રાબાદમાં ઈંદિરા ગાંધીની પ્રેસ કોન્ફરન્સ હતી. ત્યારે એક પત્રકારે સીધો સવાલ કરેલો કે કોંગ્રેસે ૪૪૧ ઉમેદવારો ઊભા રાખેલા એમાંથી ૩૫૨ સીટ મેળવી એનું કારણ શું ”ઈંદિરા વેવ” છે?
જવાબમાં ઈંદિરાએ કહેલું કે, ”એવી નકામી વાત ન કરો. લોકોએ મને મત એટલા માટે આપ્યા છે કે એમને એમ લાગે છે કે કોંગ્રેસે આપેલા વચનોને હું પૂરા કરીશ અને અમે એ વચનો પૂરા નહીં કરીએ તો જનતા અમને ફેંકી દેશે.”
ેએ વર્ષ પહેલાં ૧૯૬૭માં કોંગ્રેસને પહેલી વાર ૩૦૦ સીટ કરતાં ઓછી સીટ મળેલી એટલે કે ૫૩૦માંથી ૨૮૩ મળેલી એટલે કે ૧૯૬૧-૬૨ ૩૭૧માંથી અને ૧૯૬૭માં ૩૬૧માંથી સીધી ૨૮૩! ઈંદિરાએ ”ગરીબી હટાઓ” સૂત્ર ૧૯૭૧ની વચગાળાની ચૂંટણીમાં આપ્યું ત્યારે અને ઈંદિરાએ કોંગ્રેસના ભાગલા કરાવ્યા ત્યારે એને પ્રચંડ બહુમતી મળેલી.
૧૯૭૭માં એટલે ઈમરજન્સી ઉઠાવી લીધા પછી જે ચૂંટણી થઇ એમાં બે જાતના પ્રવાહ જોવા મળ્યા. એટલે દક્ષિણના પાંચ રાજ્યોમાં જે કુલ સીટ ૧૩૦ હતી એમાંથી કોંગ્રેસને ૧૨૨ મળેલી અને ઉત્તરના રાજ્યોમાં કુલ ૨૭૩ સીટમાંથી ૪ જ સીટ મળેલી.
૧૯૮૪માં ભાજપના અટલવિહારી બાજપેયીએ કહેલું કે, ઈંદિરા ગાંધીની હત્યાના કારણે દેશના લોકોમાં કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ નથી પરંતુ ઉલટાનું કોંગ્રેસને ત્યારે કોઇપણ પક્ષને મળી હોય એ કરતાં વધુ બેઠક મળેલી. એટલે કે ૪૦૪ અને ભાજપને ૨ જ મળેલી!
બસ, એ પછી સાત ચૂંટણીઓ થઇ પરંતુ કોઇ પણ પક્ષે એકલા હાથે ૨૭૨ સીટ લોકસભાની નથી મેળવી! એ પછી કોંગ્રેસે સારો દેખાવ કર્યો હોય તો ૧૯૯૧માં. ત્યારે કોંગ્રેસને ૨૩૨ સીટ મળેલી અને ભાજપ એ પછી ક્યારેય ૨૦૦ સીટનો આંકડો નથી ઓળંગી શકી. વધુમાં વધુ ભાજપને ૧૯૯૬ અને ૧૯૯૯માં ૧૮૨ સીટ મળેલી.
એટલે ”મોદી વેવ”ની વાત કરવી એ ઉઘાડી આંખમાં ધૂળ નાંખવા જેવું છે. ”મોદી વેવ” હોય તો મોદીએ વારાણસી માટે આટલા બધા ધમપછાડા શા માટે કરવા જોઇએ? એઓ વારાણસી જ નહીં પણ કલકત્તા કે મુંબઇ કે દિલ્લીથી પણ ચૂંટણી લડે તો ”મોદી વેવ”ના કારણે જીતી શકે છે. ”વેવ” કોને કહે? ઈન્દિરાની હત્યા પછી ”કોંગ્રેસ વેવ” ”રાજીવ વેવ” હતો અને એટલે જ કોંગ્રેસ ૪૦૦ કરતાં વધુ બેઠકો લઇ શકેલી! ભાજપ કે એનો જન્મદાતા કોંગ્રેસ તો ૪૦૦ બેઠક તો શું પણ ૩૦૦ બેઠક પણ મેળવી ન શકે.
હા, અત્યારે ‘વેવ’ હોય તો કેજરીવાલનો ”વેવ” છે. એમાં આમ આદમી ઉપરાંત ડોકટરો, વકીલો, નિવૃત્ત અમલદારો, પોલિસ વડાઓ, પ્રિન્સીપાલો, પ્રોફેસરો વગેરે જોડાઇ રહ્યા છે.
હા, અત્યારે એન્ટી કોંગ્રેસ વેવ છે અને એટલે જ કેન્દ્રની મમનમોહન સરકારના ચિદમ્બરમ્, એન્થની, મોઇલી જેવા પ્રધાનો ચૂંટણી નથી લડવાના. મનમોહન સિંહે તો પહેલાંથી જ હવે પછી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધેલી છે.
બીજી બાજુ ડૂબતા વહાણમાંથી જેમ ઉંદરો બહાર કૂદવા લાગે એમ કેટલાક કોંગ્રેસીઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જવા લાગ્યા છે અને ભાજપ એમને ટિકિટ આપવાની લાલચ આપીને પોતાના જ વર્ષો જૂના નિષ્ઠાવાનો ઉપર એમને ઠોકી બેસાડીને આપઘાત કરી રહ્યો છે.
આ એન્ટી કોંગ્રેસ વેવ શું ”ભાજપ વેવ”માં ફેરવાઇ જાય ખરો?
એમાં એવું બની શકે કે, એન્ટી કોંગ્રેસ મતો આપ, પ્રાદેશિક પક્ષો અને ભાજપમાં વહેંચાઇ જાય.
બીજું એવું પણ બની શકે કે એન્ટી કોંગ્રેસ વેવ કોંગ્રેસનું સાવ ધોવાણ ન પણ કરે. કોંગ્રેસના થોડાંક મતો ઓછા કરે.
ત્રીજું એવું પણ બની શકે કે પ્રાદેશિક પક્ષો એટલે ત્રીજો મોરચો સરકાર રચે અને ચોથું એ કે, કોંગ્રેસના ટેકાથી સરકાર રચાય.
બાકી ભાજપ કોઇને ટેકો આપે તેમ નથી કારણ કે નમોનો ”ઈગો” (અહંકાર) આકાશને આંબે તેવો છે. (અપૂર્ણ)
ગુણવંત છો. શાહ

ડિંડક
મુલાયમ સિંહને નમોની જેમ વડાપ્રધાન બનવું છે પણ નમોની જેમ ક્યાંથી ચૂંટણી લડવી?… એ બાબત મૂંઝાઇ છે
મમતાને પણ વડાપ્રધાન બનવું છે, માયાવતીને પણ બનવું છે, જયલલિતાને પણ, નીતીશ કુમારને પણ, મુલાયમ સિંહને પણ અને નરેન્દ્ર મોદી તો છે જ! આડવાણી, સુષમા અને જેટલીની પણ ઇચ્છા ખરી! (આમાં નરેન્દ્ર મોદીનો ગજ કેટલો વાગે?)
એ જે હો તે! પણ લોકસભાની ચૂંટણીમાં (”ખાટલે મોટી ખોડની” જેમ, મોદી અને મુલાયમને પ્રશ્ન એ છે કે… ક્યાંથી ઊભા રહેવું? મુલાયમ અત્યારે મેનપુરીથી લોકસભામાં ચૂંટાયેલા છે જ્યારે નમોએ તો કદી લોકસભા લડવાની હિંમત જ નથી કરી એટલે લોકસભાનું મોં જ નથી જોયું! મુલાયમ સિંહ ત્રીજા મોરચાના નેતા છે અને વડાપ્રધાન બનવાના દાવેદાર છે. એટલે વધારેમાં વધારે બેઠક ઉ.પ્ર.માં જીતવાની એમને જરૃરત લાગે છે. પરંતુ મેનપુરીના મતદારો આ વખતે મુલાયમ મિંયાથી નારાજ હોવાનું જણાય છે.
સામી બાજુએ કેજરીવાલે આપ તરફથી પૂર્વ અમલદાર હરદેવ સિંહને ઉતાર્યા છે એટલે હવે મુલાયમ બીજી સલામત સીટની શોધમાં પડયા છે. એટલે કે એ પણ નમોની જેમ બે જગ્યાએથી ઊભા રહેવા માંગે છે.

Source: http://gujaratsamachar.com/index.php/vishesh/network

Advertisements

From → Politics

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: