Skip to content

સફળ થનાર વ્યક્તિએ સખત મહેનત અને સંઘર્ષ તો કર્યા જ હોય છે, પણ તેની સાથે સાથે તેમણે અનેક નિષ્ફળતાઓને ચાવી-પચાવી હોય છે

24/02/2015

દિલ્હીની વિધાનસભા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ફરી એક વાર જાયન્ટ કિલર અને જ્વલંત વિજેતા પુરવાર થઈ છે. ૨૦૧૩ની ચૂંટણીઓમાં આ નવાનક્કોર પક્ષે દિલ્હી અને દેશમાં જેના રાજપાટ હતા, એવી કોંગ્રેસને ધુળ ચાટતી કરી દીધી હતી અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં અસાધારણ વિજય પછી સર્વશક્તિમાન ગણાતા ભાજપનાં સૂપડાં સાફ કરી નાખ્યા છે. માત્ર ૪૯ દિવસમાં સત્તા છોડવા મજબૂર બનેલી આમ આદમી પાર્ટીએ તોરમાં ને તોરમાં લોકસભાની ચૂંટણી લડી હતી અને એમાં પણ ઊંધા માથે પછડાટ ખાધી હતી. આપની હાલત બાવાના બેય બગડયા જેવી થઈ હતી. અધૂરામાં પૂરું આપને ડૂબતી નાવ જાણીને કેટલાય સાથીઓ પક્ષને છોડીને ભાગવા લાગ્યા હતા. જોકે, પક્ષના પાયાના પથ્થર સમા નેતાઓએ નિરાશાજનક માહોલ અને નિષ્ફળતાઓનો સામનો કરીને ફરી દિલ્હી રાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પોતાની ભૂલો માટે માફી માગી અને લોકોની સમસ્યાઓનેે મુદ્દા બનાવીને ફરી એક વાર તેમનો ભરોસો જીતવામાં સફળતા મેળવી.
આમ આદમી પાર્ટીની સફળતા પાછળ અનેક કારણો અને પરિબળો જવાબદાર છે, પરંતુ સમજવા જેવી એક મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે તેણે નિષ્ફળતાને હાર માની લીધી નહોતી અને તેના નેતા અને કાર્યકર્તાઓ વિજેતા બનવા માટે સતત મથતા રહ્યા હતા. નાની મોટી નિષ્ફળતાથી નિરાશ થઈને પ્રયાસ છોડનારને કશું હાંસલ થતું નથી, જ્યારે સતત મંડયા રહેનારને સફળતા સામેથી આવી મળતી હોય છે. અલબત્ત, નિષ્ફળતાનો ફટકો એવો હોય છે કે કળ વળતા વાર લાગતી હોય છે, પડી ગયા પછી ઊભા થવામાં સમય જતો હોય છે, પણ લક્ષ્ય માટે સભાન અને સતત સક્રિય વ્યક્તિ નિષ્ફળતાને આસાનીથી સફળતામાં પલટી શકે છે. નિષ્ફળતાથી ન ડરનાર અને નિષ્ફળતામાંથી જ કંઈક નવું શીખનાર જરૂર સફળ થાય છે. નિષ્ફળતા પછી કંઈ સળ સૂઝતી નથી ત્યારે કઈ રીતે સતત મથતા રહેવું, એ જાણી લેવું રહ્યું…

આશા અને આત્મવિશ્વાસ ન ગુમાવો : નિષ્ફળતા સૌથી મોટો આઘાત આપણા આત્મવિશ્વાસ પર કરતી હોય છે. નિષ્ફળતા નિરાશાવાદી બનાવે છે, પણ તેના જાસામાં આવ્યા વિના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ. સફળતાનો આશાવાદ, આત્મવિશ્વાસ અને અથાક મહેનતના સંગમે સફળતાએ આવવું જ પડે છે.
નિષ્ફળતાનાં કારણો જાણો અને દૂર કરો : નિષ્ફળતા માટે ચોક્કસ કારણો જવાબદાર હોય છે, એને જાણવા જોઈએ અને મૂળમાંથી દૂર કરવા જોઈએ. નિષ્ફળતા માટે સમય, સંજોગો કે સામેવાળી વ્યક્તિ (હરીફ) પર દોષારોપણ કરવાને બદલે સાચાં કારણોની શોધ કરવી જોઈએ અને તેને મૂળમાંથી દૂર કરવા માટે મથવું જોઈએ.
નબળાઈઓને સ્વીકારો અને સુધારો : નિષ્ફળતા માટે ખુદની નબળાઈઓ વધારે જવાબદાર હોય છે ત્યારે સૌથી પહેલાં આત્મમંથન થકી ખુદની નબળાઈઓને સ્વીકારવી જોઈએ અને તેમાં સત્વરે સુધારો કરીને નબળાઈઓને સબળાઈમાં ફેરવવાની દિશામાં આગળ વધવું જોઈએ.
વાસ્તવિકતાને સમજીને વ્યૂહરચના ઘડો : વાસ્તવિકતાને ધ્યાનમાં રાખ્યા વિના ઘડેલી વ્યૂહરચના નિષ્ફળતા જ અપાવે છે. વાસ્તવિકતાને જાણી-સમજીને તેને સુસંગત વ્યૂહરચના જ સફળતા અપાવી શકે છે.
સાથીઓને પ્રોત્સાહિત કરતા રહો : નિષ્ફળતા પછી નિરાશ થયેલા સાથીઓને પ્રોત્સાહનની, પોઝિટિવ વિચારની વધારે જરૂર હોય છે. પ્રોત્સાહન થકી સાથીઓમાં ઉત્સાહનો સંચાર કરો અને તેમને પણ સક્રિય કરો. સાથીઓ સાથેની સહિયારી મહેનત વધારે ફળદાયી નીવડી હોય છે.
ક્યારેય હથિયાર હેઠાં ન મૂકો : ગમે તેવા વિકટ સંજોગોમાં પણ હથિયાર હેઠાં મૂકવા ન જોઈએ. હથિયાર હેઠાં મૂકનાર ગુલામ બને છે, વિજેતા નહીં. છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનું ઝૂનૂન પેદા થવું જોઈએ. હંમેશાં યાદ રાખો, નિષ્ફળતાથી ડરી જાય છે તે બાજી હારી જાય છે.
Courtesy: Keyur Chudasama

From → Politics, Self Help

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: