Skip to content

સમસ્યાઓ વર્ણવવા માટે સ્ત્રીઓ શબ્દ, સમય અને વ્યક્તિ શોધી જ લે છે, જયારે પુરુષો સમય અને વ્યક્તિ બન્ને સામે હોવા છતાં તેને વર્ણવવા શબ્દો શોધી નથી શકતા !

17/07/2013

Dr.Hansal Bhachech's Blog

Cover

સ્ત્રીઓની સરખામણીએ પુરુષોને હૃદયરોગનો હુમલો આવવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે અને તે પણ ઘણી નાની વયે ! વિશ્વભરના સંશોધકોએ આ વાસ્તવિકતા પાછળ જવાબદાર હોય તેવા ઘણાં કારણો આગળ ધર્યા છે. આ પૈકી એક રસપ્રદ તારણ એવું પણ છે કે પુરુષો પોતાની સમસ્યાઓ, ખાસ કરીને લાગણીઓની;સહજતાથી વર્ણવી કે વહેંચી શકતા નથી. પરિણામે તેમના મન પર સતત તેનો બોજ રહેતો હોય છે (પુરુષોને વળી લાગણીઓનો બોજ ?!! બહેનો સાવ આવો પ્રશ્ન ના કરશો). લાગણીઓનો આ બોજ તેમનામાં હૃદયરોગનો હુમલો આવવાની શક્યતાઓમાં ખાસ્સો વધારો કરી મુકતો હોય છે. આ સિવાય બીજા ઘણાં કારણો છે; અત્યારે આપણે એની ચર્ચામાં નથી પડવું પણ એક વાત નક્કી છે કે પુરુષો તેની લાગણીઓની સમસ્યાઓ સ્ત્રી જેટલી સહજતાથી વર્ણવી નથી શકતા. સ્ત્રીઓને કઈ સમસ્યા ક્યાં, કોને અને કેવી રીતે વર્ણવવી તેની કુદરતી ફાવટ હોય છે (અલબત્ત, કેટલાક વીરલાઓને આ કળા સાધ્ય હોય છે જેનો  ભરપૂર ઉપયોગ તેઓ સ્ત્રીઓને લાગણીઓમાં ગૂંચવી નાખવામાં કરતાં હોય છે !). પોતાની પ્રત્યેક…

View original post 645 more words

From → Reblogged

Leave a Comment

Comments please...